બિહાર ચૂંટણી પરિણામ: NDAને મળ્યું પૂર્ણ બહુમત, મહાગઠબંધનને મળી 110 બેઠક
બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election result)ના અંતિમ પરિણામો જાહેર થઈ ગયા છે. NDAને 125 બેઠકો સાથે પૂર્ણ બહુમત મળ્યું છે. જ્યારે મહાગઠબંધનને 110 બેઠકો મળી.
પટણા: બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election result)ના અંતિમ પરિણામો જાહેર થઈ ગયા છે. NDAને 125 બેઠકો સાથે પૂર્ણ બહુમત મળ્યું છે. જ્યારે મહાગઠબંધનને 110 બેઠકો મળી. ચૂંટણી પંચ પાસેથી મળેલી જાણકારી મુજબ બિહારમાં સત્તાધારી એનડીએમાં સાનમેલ ભાજપને 74 બેઠકો, જેડીયુને 43 બેઠકો, વિકાસશીલ ઈન્સાન પાર્ટી (VIP)ને 4 બેઠકો અને હિન્દુસ્તાની અવામ મોર્ચા (HAM)ને 4 બેઠકો મળી છે. આ સાથે જ રાજ્યમાં આરજેડી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની છે. વિપક્ષી મહાગઠબંધનમાં સામેલ રાષ્ટ્રીય જનતા પાર્ટી (RJD)એ 75 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસે 19 બેઠકો પર, ભાકપા માલેએ 12 બેઠકો પર, ભાકપા અને માકપા બંનેએ 2-2 બેઠકો પર જીત મેળવી છે.
LIVE UPDATES:
બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ | |||
જીત | લીડ | કુલ | |
BJP + (JDU અને અન્ય) | 125 | 00 | 125 |
RJD + (Congress અને અન્ય) | 110 | 00 | 110 |
OTHERS | 8 | 00 | 08 |
કુલ બેઠકો 243 | 243 | 00 | 243 |
- અત્યાર સુધીમાં આવેલા આંકડા મુજબ ભાજપ સૌથી વધુ 74 બેઠકો પર લીડ ધરાવી રહ્યો છે. જેડીયુ 48, આરજેડી 65 અને કોંગ્રેસ માત્ર 20 બેઠકો પર આગળ છે.
- આરજેડીના નેતા તેજસ્વી યાદવ રાઘોપુર બેઠક પર આગળ છે.
વિધાનસભાની 8 બેઠકોનાં આજે પરિણામ : બપોર સુધી ચિત્ર સ્પષ્ટ થઈ જશે
આ સીટો પર બધાની નજર
બિહારમાં 243 સભ્યોની વિધાનસભા માટે થયેલા મતદાનમાં વૈશાલી જિલ્લાના રાધોપુર સીટ પર બધાની નજર છે. અહીંથી તેજસ્વી યાદવ ચૂંટણીના મેદાનમાં છે. જ્યારે નીતિશકુમાર બિહાર વિધાન પરિષદના સભ્ય છે અને તેમણે ચૂંટણી લડી નથી. રાધોપુર સીટ પર ભૂતકાળમાં લાલુ પ્રસાદ અને રાબડી દેવી પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. તેજસ્વીના મોટા ભાઈ તેજ પ્રતાપ યાદવે સમસ્તીપુર જિલ્લાની હસનપુર બેઠકથી ચૂંટણી લડી છે.
આ વિધાનસભા વિસ્તારોના પરિણામ વહેલા આવવાની આશા
ચૂંટણી પંચના અધિકારીઓના જણાવ્યાં મુજબ સૌથી પહેલા બેલેટ પેપરથી થયેલા મતપત્રોની ગણતરી થશે. સવારે 8.15 વાગે ઈવીએમથી મતગણતરી શરૂ થશે. અધિકારીઓનું કહેવું છે કે ઈવીએમથી એક રાઉન્ડની ગણતરી કરવામાં 15 થી 20 મિનિટનો સમય લાગશે. આથી પહેલું પરિણામ 8.30 વાગ્યા સુધીમાં આવવાની શક્યતા છે. મળતી માહિતી મુજબ પટણાના 14 વિધાનસભા વિસ્તારોમાંથી સૌથી પહેલા ફતુહા વિધાનસભા અને બખ્તિયારપુર વિધાનસભા ક્ષેત્રના પરિણામ જાહેર કરવામાં આવશે. આ બે વિધાનસભા ક્ષેત્રોમાં મતદાન કેન્દ્રોની સંખ્યા અન્ય વિધાનસભા ક્ષેત્રોની સરખામણીમાં ઓછા છે. ફતુહામાં 405 અને બખ્તિયારપુરમાં 410 મતદાન કેન્દ્ર છે. આથી આ બે વિધાનસભા ક્ષેત્રોમાં પરિણામ જલદી આવવાની શક્યતા છે. જ્યારે દીઘા, કુમ્હારાર અને બાંકીપુર વિધાનસભાના પરિણામ મોડા આવશે. દીઘાની ગણતરી મોડે સુધી ચાલશે.
આ નેતાઓ પર નજર
આ ઉપરાંત જે નેતાઓ પર નજર રહેશે તેમાં પટણા સાહિબથી નંદકિશોર યાદવ, મોતિહારીથી પ્રમોદકુમાર, મધુબનીથી રાણા રણધીર, મુઝફ્ફરપુરથી સુરેશ શર્મા, નાલંદાથી શ્રવણકુમાર, દિનારાથી જયકુમાર સિંહ, જહાનાબાદથી કૃષ્ણનંદન પ્રસાદ વર્મા, સામેલ છે. પ્રમુખ ઉમેદવારોમાં પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી, વીઆઈપી નેતા મુકેશ સહની, ખેલમાંથી રાજકારણમાં આવેલા શ્રેયસી સિંહ, પ્લુરલ્સ પાર્ટીના નેતા પુષ્પમ પ્રિયા ચૌધરી સામેલ છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube